એકતા અને ભાઈચારાના મજબૂત સંદેશ સાથે કવાંટ ખાતે ભવ્ય “કમ્યુનિટી યુનિટી રન” યોજાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કવાંટ નગર ખાતે સામાજિક એકતા અને ભાઈચારાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ભવ્ય “કમ્યુનિટી યુનિટી રન”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્માની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ રનનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના લોકો એકસાથે મળીને રાષ્ટ્રની અખંડિતતા, પરસ્પર પ્રેમ અને ભાઈચારાનો દ્રઢ સંદેશ આપવાનો હતો. નાગરિકો આ એકતાની દોડમાં સહભાગી બનીને સકારાત્મક અને સશક્ત ભવિષ્યનું નિર્માણ કરે તેવા આશય સાથે આ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ભવ્ય દોડ કવાંટ નગરના ઐતિહાસિક અને મુખ્ય માર્ગો પર યોજાઈ હતી. બિરસા મુડા સર્કલ (સેડાવાસા ચોકડી) થી. કવાંટ નગરના પ્રખ્યાત ગેર મેળાના રૂટ પર થઈને આંબેડકર સર્કલ (નસવાડી ચોકડી) ખાતે પૂર્ણ થઈ હતી. 

આ દોડમાં નગરજનોએ જોડાઈને “અનેકતામાં એકતા” ના સૂત્રને સાર્થક કર્યું હતું અને સમગ્ર વાતાવરણ એકતાના રંગે રંગાયું હતું.

આ “કમ્યુનિટી યુનિટી રન”માં નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાણી, નાયબ કલેકટર અનિલ હળપતિ, કવાંટ મામલતદાર તથા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Related posts

Leave a Comment