શહીદ દિન નિમિત્તે દેશના અમર શહીદોને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

હિન્દ ન્યુઝ, સુરત 

    ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજી તથા નામે અનામી તમામ અમર શહીદ વીરોની સ્મૃતિમાં આજે ૩૦ જાન્યુઆરી ‘શહીદ દિવસ’ નિમિત્તે સમગ્ર સુરત જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા. સુરત જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળીને રાષ્ટ્રના વીર સપૂતોને આદરાંજલિ આપવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેકટર કચેરી ખાતે અધિકારી-કર્મચારીઓએ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related posts

Leave a Comment