મહુવા તાલુકાના વડીયાના પ્રાકૃતિક ફાર્મની ગણદેવીના ખેડુતોએ મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, મહુવા 

 નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખેડુતોએ આત્મા પ્રોજેક્ટ હેઠળ જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસના ભાગરૂપે મહુવા તાલુકાના વડીયા ખાતે પ્રકાશભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. ૫૫ મહિલા ખેડૂતોએ તાલીમ નિદર્શન અને વેચાણ વ્યવસ્થા વિષય અંતર્ગત પંચસ્તરીય મોડલ ફાર્મનું નિરીક્ષણની સાથે વેલ્યુ એડમિશન કરી આવકમાં વધારો કઈ રીતે કરી શકાય એનું પ્રત્યક્ષ મોડલ નિહાળ્યું હતું. પ્રાકૃતિક ખેતીમાં કઈ રીતે આગળ વધી શકાય તે અંગે પ્રકાશભાઈએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

Related posts

Leave a Comment