‘કરુણા અભિયાન’ અંતર્ગત સુરત વન વિભાગ દ્વારા પાંચ દિવસમાં ૧૭ પ્રજાતિના ૧૮૪૧ પક્ષીઓની બચાવ-સારવાર કરવામાં આવી, તા.૨૦ જાન્યુ. સુધી ચાલશે અભિયાન

હિન્દ ન્યુઝ, સુરત 

    સુરત વન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ‘કરૂણા અભિયાન-૨૦૨૬’ અંતર્ગત તા.૧૦/૦૧/૨૦૨૬ થી તા.૧૪/૦૧/૨૦૨૬ દરમિયાન કબુતર, સમડી, કાગડો, પોપટ, બગલા, બ્લેક આઈબીસ, ઘુવડ, ચામાચીડીયુ, વોટર બર્ડ, કાબર, ટીટોડી, કોયલ, મોર, કોકટેલ, ચકલી, સકરો જેવી ૧૭ પ્રજાતિના કુલ ૧૮૪૧ પક્ષીઓ રેસ્ક્યુ કરાયાં હતા. જે પૈકી ૨૧૧ પક્ષીઓ મૃત્યુ પામેલા હતા આ મૃત પક્ષીઓમાં સૌથી વધુ ૨૦૩ કબુતર મળી આવ્યાં હતાં.

         ઉલ્લેખનીય છે કે, ઉતરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઘાયલ થતાં અબોલ પક્ષીઓની સારવાર- બચાવ કાર્ય માટે રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૨૦ જાન્યુઆરી સુધી ‘કરુણા અભિયાન’ ચાલશે. જિલ્લામાં ઘાયલ પક્ષીઓની જાણ માટે જિલ્લા વાઈલ્ડ લાઈફ હેલ્પલાઈન નંબર ૯૯૦૯૭-૩૦૦૩૦ પર સંપર્ક કરવો.

Related posts

Leave a Comment