ભાવનગર જિલ્લાના હણોલ ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતોની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગર જિલ્લાના હણોલ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ખેડૂત કેન્દ્રિત પ્રેરક મુલાકાત, સરકારી શાળામાં સાદગીપૂર્ણ રાત્રિ રોકાણથી લઈ પ્રભાત ફેરી, સ્વચ્છતા અભિયાન અને ગૌ સેવા દ્વારા જીવંત સંદેશ આપવાની સાથે-સાથે ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો.

રાજ્યપાલએ હણોલ ગામે ગાય દોહી તેમજ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનું મહત્ત્વ જણાવ્યું, સાથે જ ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત સાઈકલ રેલીનું પ્રસ્થાન કરાવી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો.

તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર ઊભું કરવા રાજ્યપાલનો અનુરોધ કર્યો.

Related posts

Leave a Comment