હિન્દ ન્યુઝ, રાજકોટ
આઝાદી બાદ પહેલીવાર અમરેલી જિલ્લાના ચાંચબંદર–વિક્ટર પોર્ટ વચ્ચે દરિયાઈ ખાડી પર રૂ. ૮૫ કરોડના ખર્ચે પૂલનું ખાતમુહૂર્ત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે થયું આ પૂલ તૈયાર થતા બંને વિસ્તારોનું અંતર ઘટશે સમય–ખર્ચની બચત થશે. શિક્ષણ, રોજગારી અને સર્વાંગી વિકાસને વેગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દરિયાકાંઠા વિસ્તાર માટે વિકાસનો સેતુ તૈયાર થઈ રહ્યો છે.
