ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો તથા તાલુકાઓ સુધીની આરોગ્ય સુખાકારીની યોજનાઓની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘હેલ્થકેર ફોર ઓલ’નો જન આરોગ્યલક્ષી અભિગમ અપનાવીને જે મહત્વની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ શરૂ કરાવી છે તેની પ્રગતિની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા તેમજ કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10 યોજનાઓના શ્રેષ્ઠ અમલીકરણમાં ગુજરાતને અગ્રેસર રાખીને ‘સ્વસ્થ ગુજરાત’નો સંકલ્પ સાકાર કરવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ આયુષ્યમાન ભારત PMJAY-MA યોજનાનું રાજ્યમાં પારદર્શી, ઝડપી અને AI બેઝ્ડ ટેક્નોલોજીથી વધુ ચોકસાઈપૂર્ણ અને વ્યવસ્થિત અમલીકરણ થાય તે માટેના સૂચનો પણ કર્યા હતા.

Related posts

Leave a Comment