હિન્દ ન્યુઝ, નર્મદા
ભારત પર્વ 2025માં તા. 14 નવેમ્બરના રોજ આયોજિત સાંસ્કૃતિક સંધ્યામાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, આંદામાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર એડમિરલ ડી.કે. જોશી, કર્ણાટક વિધાન પરિષદના અધ્યક્ષ બસવરાજ હોરાટ્ટી અને રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહ્યા.
ભારત પર્વમાં આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ‘ગરવી ગુજરાત’ ની શાનદાર પ્રસ્તુતિ સહિત ચંડીગઢ, પુડુચેરી, દમણ – દીવ, લક્ષદ્વીપ તથા આંદામાન – નિકોબારની સાંસ્કૃતિક રજૂઆતે ત્યાં ઉપસ્થિત આદરણીય લોકોને મંત્રમુગ્ધ કર્યા.
સરદાર પટેલની વિરાટ પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર દેશના પર્યટન તીર્થ બન્યાં છે : આંદામાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર
