હિન્દ ન્યુઝ, લીમખેડા
લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા નૂતનવર્ષ સ્નેહસમેલન અને તેજસ્વી તારલા વિધાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ લીમખેડા નાં ભગવતી પ્રજ્ઞા હોલ ખાતે રાખવામાં આવ્યો.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગાયત્રી પરિવાર દ્વારા આજે દેવદિવાળીના શુભ દિવસે નવવર્ષના સ્નેહમિલન અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એમબીબીએસ અને ક્લાસ વન સુધીની પોસ્ટ પર નિયુક્તિ થયેલ વિધાર્થીઓનું કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આવનાર પેઢીને એમનામાંથી પ્રેરણા મળી રહે એવું સંદેશ વરિષ્ઠ પરિજનો દ્વારા આપવામાં આવ્યો.

લીમખેડા તાલુકાના ઉત્સાહી અને કર્મઠ કાર્યકર્તા હિંમતસિંહભાઈ ને દાહોદ જીલ્લાના ગાયત્રી પરિવારના સહ સંયોજક તરીકેની જવાબદારી આપવા બદલ લીમખેડા તાલુકા વતી સર્વ ભાઈ બહેનોએ સન્માન કર્યું હતું અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સ્નેહમિલનમાં માં છેલ્લે ભોજન પ્રસાદી લઈ કાર્યક્રમ સંપ્પન કરવામાં આવ્યો.
રિપોર્ટર : ગોવિંદ પટેલ, દાહોદ

