વેરાવળ,
વેરાવળ ગીર સોમનાથ જિલ્લાની મુખ્ય કચેરી તરફ જતો તાલાલા રોડ મોટી હવેલી ના ગેઇટ પાસે આજે દસ દિવસ થી પાણી વહી રહ્યું છે અને રોડ ઉપર જાન લેવા ખતરનાક ખાડા પડી ગયા છે અને વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં પોઢી પ્રજા ના જીવન સાથે શું કરવા માગે છે? તે પ્રજાને સમજાતું નથી. પ્રજા ના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, નેતાઓ પ્રજા ની મુલાકાત લઈ ને આવી ગંભીર બેદરકારી અને તકલીફ દુર કરવા માટે આગળ આવે તેવી પ્રજાની માંગણી છે.
રિપોર્ટર : સઈદ મહિડા ,ગીર સોમનાથ