ગાંધીનગર ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનો શુભારંભ

વિકાસ સપ્તાહ – 2025

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ગાંધીનગર ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનો શુભારંભ ઉદ્યોગ તથા શ્રમ-રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવ્યો.

   આ કાર્યક્રમમાં રાજ્યના પ્રત્યેક જિલ્લાઓમાંથી યુવાઓ તેમજ ITIના વિદ્યાર્થીઓ વચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા.

658 ભરતી મેળાઓ દ્વારા ખાનગી ક્ષેત્રમાં રોજગાર મેળવનારા 55 હજારથી વધુ યુવાઓને નિમણૂક પત્રો – 25 હજારથી વધુ યુવાઓને પ્રોવિઝનલ ઓફર લેટર (POL) એનાયત થયા. ઉદ્યોગોને અનુરૂપ માનવ સંસાધન મળે તે માટે 100થી વધુ ઉદ્યોગ ભાગીદારો સાથે MoU થયા.

યુવાનોના ઈનોવેશનને માન. વડાપ્રધાનશ્રીએ આપેલા પ્રોત્સાહનથી અનેક સ્ટાર્ટઅપ આત્મનિર્ભર બન્યા અને ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં 4 વર્ષથી અગ્રેસર રાજ્ય બન્યું : મુખ્યમંત્રી

 વડાપ્રધાનએ આપેલા આત્મનિર્ભર ભારત- વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાનને ઝીલી લેવા યુવાઓને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહ્વાન

Related posts

Leave a Comment