હિન્દ ન્યુઝ , સુરત
ગૃહ, વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ હર્ષ સંઘવીએ વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત શહેરના પીપલોદ સ્થિત કારગીલ સર્કલથી રૂ.૧૫ કરોડના ખર્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ(GSRTC)ની ૪૦ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વડોદરા, ભરૂચ, વલસાડ અને સુરત એમ ચાર ડિવિઝનની ૨૦ સુપર એક્સપ્રેસ, ૫ એ.સી, ૧૫ મિની મળી કુલ ૪૦ નવીન બસોનો સમાવેશ થાય છે.
