હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
મુખ્યમંત્રી દ્વારા પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે “સ્વાગત કાર્યક્રમ”અમલમાં મુકવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ જુલાઈ માસના ચોથા ગુરુવારે કલકેટરના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત તથા મંગળવારે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાયોજના વહીવટદાર તથા જિલ્લાનાં વર્ગ-૧ના અધિકારીઓના અધ્યક્ષસ્થાને “તાલુકા સ્વાગત કાર્યક્રમ” આયોજન કરવામાં આવનાર છે.
છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૨૬/૦૮/૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ તથા તા.૨૮/૦૮/૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. જયારે સંખેડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, બોડેલી ખાતેના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર અને કવાંટ ખાતેના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા ઉપસ્થિત રહેશે. જયારે જેતપુરપાવી ખાતે નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, છોટાઉદેપુર ખાતે પ્રાંત અધિકારી છોટાઉદેપુર, નસવાડી ખાતે પ્રાંત અધિકારી બોડેલીશ્રી રૂબરૂ હાજર રહી લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે.
ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજુઆતો અંગેની અરજી “મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી” તેવા મથાળા સાથે ગામના તલાટીને સંબોધીને મહિનાની તા.૧૦મી સુધી આપવાની રહેશે. જેનો જે તે તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. જયારે જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટે “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” મથાળા સાથે અરજી તા.૧૦/૦૮/૨૦૨૫ સુધીમાં આપવાની રહેશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં admchhotaudepur@gmail.com ઈ-મેઈલ પર ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી મારફતે મોકલી આપવાની રહેશે.
