જિલ્લાની તમામ સહકારી મંડળીઓએ પોતાની માલિકીનાં અથવા ભાડાનાં બિલ્ડીંગ/મકાનની જાતે સલામતી અને સ્થળ નિરીક્ષણ અહેવાલ દિન- ૧માં રજૂ કરવા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સૂચના

હિન્દ ન્યુઝ, બોટાદ 

      રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગ્રામ કક્ષાએથી લઇને રાજ્ય કક્ષાની તમામ સહકારી મંડળીઓની પોતાની માલિકીનાં અથવા ભાડાનાં બિલ્ડીંગ/મકાનની ચકાસણી અને સ્થળ નિરીક્ષણ કરી સલામતી અંગેનો રિપોર્ટ સંકલીત કરી ગાંધીનગર મોકલી આપવાનો છે. જેથી બોટાદ જિલ્લાની તમામ સહકારી મંડળીઓએ પોતાની સહકારી મંડળીઓની પોતાની માલિકીનાં અથવા ભાડાનાં બિલ્ડીંગ/મકાનની જાતે સલામતી અને સ્થળ નિરીક્ષણ અહેવાલ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, બોટાદને દિન-૧માં રજુ કરવાનો રહેશે તેમ બોટાદના જિલ્લા રજિસ્ટ્રાર ઉર્વશી બ્રહ્મભટ્ટની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Related posts

Leave a Comment