હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લા કલેકટરના માર્ગદર્શન મુજબ જિલ્લા પુરવઠા અધિકારી, બોટાદ તથા પુરવઠા નિરીક્ષકઓ દ્વારા તા.૨૮/૦૪/૨૦૨૫ના રોજ બોટાદમાં KGN-6માં સાબીરભાઇ ફિરોજભાઇ માંકડની માલિકીના પ્લોટમાં આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. જેમાં રૂ. ૧,૨૩,૫૦૦ લેખે ઘઉંનો અને રૂ. ૧,૬૧,૪૬૦૦ લેખે ચોખાનો જથ્થો મળી કુલ રૂ. ૨,૮૪,૯૬૦નો ઘઉં-ચોખાનો બિન-હિસાબી જથ્થો ઝડપાયો હતો.
જે અન્વયે ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ને આધિન, ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓનું નિયમન કરવા બાબત હુકમ – ૧૯૭૭ની જુદી-જુદી કંડીકાઓનો ભંગ કરાતા તપાસણી સમયે લેવામાં આવેલો સાબીરભાઇ ફિરોજભાઇ માંકડનો ખુલાસો તપાસણી અધિકારીને ગ્રાહ્ય રાખવાપાત્ર નહીં જણાતા ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓનુ નિયમન કરવા બાબત હુકમ ૧૯૭૭ના કાયદાની કલમ- ૧૧થી તપાસણી અધિકારીને મળેલા અધિકારની રૂઇએ ઉક્ત મુજબનો જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
