મહિલા સુરક્ષાને ધ્યાને લઈને જિલ્લાની નર્સરી સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગો પર પુરૂષોએ વ્યાજબી કારણ વગર ઉપસ્થિત રહેવુ નહી

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ જિલ્લામાં મહીલા સુરક્ષા વધારવાના હેતુસર જિલ્લામાં આવેલ તમામ નર્સરી સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગ ઉપર કોઈપણ પુરૂષ/પુરૂષો વ્યાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર મનાઈ ફરમાવતું જાહેરનામું આણંદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

   જે અંતર્ગત નર્સરી સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલ ખાતે આવતા વિદ્યાર્થીઓ તથા સંસ્થાએ લેવા તથા છોડવા આવતા વાલીઓ તથા ઓટો/વાન માલીકો-ડ્રાઇવરો કે જેમની પાસે ઓળખપત્ર હોય તેવા જ તથા સંસ્થા ખાતે વ્યાજબી કામથી આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ અપવાદ રહેશે.

    આ હુકમ તા.૦૮/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા તેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ અન્વયે શિક્ષાને પાત્ર થશે.


Related posts

Leave a Comment