નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારત-સુરત દ્વારા ‘મેરા ભારત મેરી દિવાલી’ અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા અને ટ્રાફિક અવેરનેસ’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત

કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરતના ઉપક્રમે ‘મેરા ભારત મેરી દિવાલી’ અંતર્ગત તા.૨૬ થી ૩૧ ઓક્ટો. સુધી ‘સ્વચ્છતા હી સેવા તેમજ ટ્રાફિક અવેરનેસ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વરાછા- મિની બજાર, એ.કે. રોડ તેમજ મોટા વરાછા-સુદામા ચોક અને અડાજણ વિસ્તારમાં ઋષભ સર્કલ, રામનગર ચોકમાં સ્વચ્છતા તેમજ ટ્રાફિક સુરક્ષા અંગે સુરતવાસીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. યુવા મિત્રોએ સ્વચ્છતા ઝુંબેશ યોજી લોકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કર્યા હતા.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ટ્રાફિક વિભાગ પણ આ કાર્યક્રમમાં સહયોગી થયા હતા. NYKના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ Aims યુવા ગ્રુપના પ્રમુખ મેહુલ દોંગા, રિવોલ્યુશન ગ્રુપના યુવા સાથીઓ અને NYKના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો ગૌરવ પડાયા, જૈવિક રૈયાણી, મંથન માવાણી, શ્રધ્ધા વગ્ગુએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Related posts

Leave a Comment