કાલાવડ તાલુકા ભરવાડ સમાજ દ્વારા મોટા વડા સરકારી શાળાના ગુન્હાહિત શિક્ષકો વિરૂદ્ધ મામલતદારને આવેદનપત્ર

હિન્દ ન્યુઝ, કાલાવડ 

        રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના મોટા વડા ગામે સરકારી શાળામાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતા લોધીકા તાલુકાના છાપરા ગામના ધ્રુવિલ ભરતભાઈ વરૂનાં આપઘાત પ્રકરણમાં જેની સામે ગુન્હો નોંધાયો છે તેવા સચીન વ્યાસ, વિભુતિ શાહ અને મોસમી જોશી આ ત્રણેય શિક્ષકોને કડકમાં કડક સજા થાય તેમજ તેમને સરકારી નોકરીમાંથી સસપેન્ડ નહી પરંતુ ડિસમીસ કરવા કાલાવડ તાલુકા ભરવાડ સમાજ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને સંબોધીને કાલાવડ મામલતદાર કચેરી ખાતે  કાલાવડ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

      આ આવેદનપત્ર પાઠવતા ભોજાભાઈ વી. ટોયટા અને હરીભાઈ કાટોડીયા તેમજ સમાજના આગેવાનોએ જણાવ્યુ કે, આજદિન સુધી આ ત્રણેય શિક્ષકો પોલીસ પકડથી દૂર છે માટે તેને વહેલી તકે પકડીને તેના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેમજ આ ત્રણેય શિક્ષકોને જેને પણ આસરો આપ્યો હોય તેના વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરીને કાર્યવાહી થાય, સાથો સાથ ધ્રુવિલ ભરતભાઈ વરૂ તેમના પરિવારનું સારૂ ભવિષ્ય હતા, ભણવામાં ખુબજ હોશીયાર હોય તેમના પરિવારનો આધારસ્તંભ હતા તેમના સાથે આવા પ્રકારનું કૃત્ય કરી શિક્ષકોએ ગુરૂની પદવી ઉપર લાંછન લગાડેલ છે. ત્રણેય શિક્ષકો ઉપર આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી થયેલ ન હોય હજુ તેઓ સમાજમાં બિંદાસ ફરે છે જેથી ઉપરોકત ત્રણેય શિક્ષકોની વહેલીતકે ધરપકડ કરી સખ્તમાં સખ્ત દાખલારૂપ સજા કરવા જેથી ભવિષ્યમાં આવા પ્રકારની ક્રુરતા કોઈપણ બાળક સાથે કોઈ વ્યકિત ન કરે તેઓ સંદેશ અપાવવા કાલાવડ તાલુકા ભરવાડ સમાજ દ્વારા આવેદન આપી જણાવેલ છે.

     કાલાવડ મામલતદાર કચેરી એ આવેદન આપતી વેળાએ ભોજાભાઈ વી.ટોયટા, હરીભાઈ કાટોડીયા, યોગેશભાઈ કાટોડીયા, જેન્તીભાઈ ટોયટા, રાજુભાઈ કાટોડીયા, ટપુભાઈ ટોયટા, નારણભાઈ બાંભવા, દુદાભાઈ કાટોડીયા, ભીમાભાઈ ઝાપડા, કારાભાઈ જોગસ્વા, પતુભાઈ ગમારા, દિનેશભાઇ ઘોડાસર, મચ્છાભાઈ ટારીયા, ધનાભાઈ કાટોડીયાની સાથે કાલાવડ તાલુકા ભરવાડ સમાજના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ભરવાડ સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment