ઇડરના સુરપુર ખાતે દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના અને કામધેનુ યુનિવર્સિટી દ્વારા ગાયના પેટમાંથી ૩ ફુટના આંતરડાનો ખરાબ ભાગ કાઢી ગાયને નવજીવન અપાયું

હિન્દ ન્યુઝ, ઇડર 

    સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સુરપુર ગામ ખાતે દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના અને કામધેનુ યુનિવર્સિટી દ્વારા એક ગાયના પેટમાંથી ૩ ફુટના આંતરડાનો ખરાબ ભાગ કાઢી ગાયને નવજીવન આપી એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

સુરપુર ગામના રેહવાસી હસનભાઈ દાઉદભાઈ પરબડીયાની ગાયના પેટમા અસહ્ય પીડા થતા ગાય જમીન પર પીડાતી હતી. દવા કરતા દુઃખાવો બંધ થઈ ગયો હતો પરંતુ ખાઈ શકતી ન હતી. તેની તપાસ કરતા શંકા થઈ કે એના આંતરડામા આંતરગ્રહણના લીધે આંતરડાનો ભાગ બંધ થઈ ગયો છે. આ શંકાની પુષ્ટિ કરવા માટે સોનોગ્રાફીની જરૂર હતી. તો પશુ ને સોનોગ્રાફી કરવા માટે કામધેનુ યુનિવર્સિટી સંચાલિત વેટરનરી કોલેજ રાજપુર લઈ જવામાં આવી હતી.. ત્યાં ના સર્જરી વિભાગના વડા ડૉ. દીપક સુથાર દ્વારા આંતરગ્રહણની પુષ્ટિ કરવામા આવી.આ જટીલ આંતરડાનું ઓપરેશન દસ ગામ દીઠ પશુ દવાખાનાના ડૉ. એઝાજ મેમણ, ડૉ. મદની રણાસિયા અને કામધેનુ યુનિવર્સિટીના અધ્યાપક અને વડા ડૉ. દિપક સુથાર તથા રેસીડેન્સ ડૉ. ભાવિક રાયગોર અને ડૉ .ખુશી ચૌહાણ દ્વારા 3 ફૂટ જેટલો ખરાબ આંતરડાનો ભાગ બહાર કાઢવામા આવ્યો હતો. 3 કલાકની ભારે જહેમત બાદ સફળતા પુર્વક સર્જરી કરવામાં આવી. આ જોઈ પશુ માલિક તથા એમની સાથે આવેલા ગ્રામજનોએ સરકારની સેવા દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના માટે આભાર માન્યો હતો. 

Related posts

Leave a Comment