હિન્દ ન્યુઝ, બારડોલી
ગ્રામજનોને સરકારી યોજનાઓના વ્યક્તિલક્ષી લાભો ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાના હેતુથી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મઢી આસપાસના ગામોના ૧૦૪૫ અરજદાર નાગરિકોને પ્રજાલક્ષી યોજનાઓના લાભ ઘરઆંગણે આપવામાં આવ્યા હતા. સેવા સેતુના માધ્યમથી અરજદારોને વ્યક્તિલક્ષી યોજનાઓના લાભો ઘરઆંગણે મળ્યા હતા.
આ સેવાસેતુમાં સાતબાર/આઠ-અના પ્રમાણપત્રો, આયુષ્માન અને હેલ્થ વેલનેસ કાર્ડ, આધાર કાર્ડમાં સુધારા (અપડેશન), પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, મિલકત આકારણીનો ઉતારો, ઘરેલુ નવા વીજ જોડાણની અરજી, રાશનકાર્ડ ધારકોની ઈ-KYC, આવકના દાખલા, જાતિ પ્રમાણપત્રો, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના, લગ્ન નોંધણી સહિતના વિભાગોમાં કુલ મળેલી ૧૦૪૫ અરજીઓમાં તમામનો ૧૦૦ ટકા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો..
કલ્યાણ યોજનાઓના લાભો આપવા સાથે માર્ગદર્શન પણ અપાયું હતું. અહીં જરૂરીયાતમંદોનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કરી દર્દીઓને મેડીસીન સારવાર અપાઈ હતી. અન્ય લાભાર્થીઓ સુધી આ યોજનાઓ પહોંચે તે માટે વિવિધ કચેરીઓના સ્ટાફ દ્વારા યોજનાકીય જાણકારી અપાઈ હતી.
હઆ કાર્યક્રમમાં તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ, સરપંચ, ગ્રા.પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં લાભાર્થી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.