ઉમરપાડા તાલુકાના ચવડા ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ૫૯૦ અરજીઓનો હકારાત્મક નિકાલ

હિન્દ ન્યુઝ, સુરત 

ગ્રામજનોને સરકારી યોજનાઓના વ્યક્તિલક્ષી લાભો ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાના હેતુથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની ચવડા ગામની પ્રાથમિક શાળા ખાતે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં ચવડા ગામ તેમજ આસપાસના ગામોના ૫૯૦ અરજદાર નાગરિકોને પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઘરઆંગણે આપવામાં આવ્યો હતો. સેવા સેતુના માધ્યમથી અરજદારોને વ્યક્તિલક્ષી યોજનાઓના લાભો ઘરઆંગણે મળ્યા હતા.

            આ સેવાસેતુમાં ૨૬૭ અરજીઓ સાતબાર/આઠ-અના પ્રમાણપત્રો માટે, ૭૮ ડીવર્મીંગ, ૬૭ હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી. ની ચકાસણી), ૪૪ આધાર કાર્ડમાં સુધારા (અપડેશન), ૩૨ પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, ૨૬ મિલકત આકારણીનો ઉતારો, ૧૭ ઘરેલુ નવા વીજ જોડાણની અરજી, ૧૨ રાશનકાર્ડ ધારકોની ઈ-KYC તેમજ ૭ આવકના દાખલા અને ૫ જાતિ પ્રમાણપત્રો સહિત અન્ય કુલ મળેલી ૫૯૦ અરજીઓમાં તમામનો ૧૦૦ ટકા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.. 

           આયુષ્માન કાર્ડની અરજી, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના, લગ્ન નોંધણી સહિતની અનેકવિધ યોજનાઓના લાભો આપવા સાથે માર્ગદર્શન પણ અપાયું હતું. અહીં જરૂરીયાતમંદોનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કરી ૨૫ વ્યક્તિઓને મેડીસીન સારવાર અપાઈ હતી. અન્ય લાભાર્થીઓ સુધી આ યોજનાઓ પહોંચે તે માટે વિવિધ કચેરીઓના સ્ટાફ દ્વારા યોજનાકીય જાણકારી અપાઈ હતી.  

              આ કાર્યક્રમમાં તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ, સરપંચ, ગ્રા.પંચાયતના સભ્યો, તથા મોટી સંખ્યામાં લાભાર્થી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment