હિન્દ ન્યુઝ, આણંદ
નાયબ બાગાયત નિયામકની કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સીઓઈ- ઈસરામા ખાતે મહિલા સશક્તિકરણના હેતુ સાથે પાંચ દિવસીય ફળ અને શાકભાજી પરિક્ષણની મહિલા વૃત્તિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કિચન કેનીગ યોજના હેઠળ કુલ ૩૪ તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન રૂ. ૨૫૦ સ્ટાઈપેંડ સાથે વિવિધ વાનગીઓ બનાવટ શીખવામાં આવે છે.
આ તાલીમ માંથી મહિલાઓએ ગુલાબનું ગુલકંદ, રોઝ સીરમ, ગુલાબજળ, સફરજન જામ, કેળાના છાલની સેવ, વરીયાળી પ્રીમિક્ષ, ટામેટાની ચટણી, ટામેટા કેચપ, લસણની ચટણી, બટાટાની જલેબી, પનીરના લાડું, જેવી વિવિધ બનાવટો બનાવવામાં આવી હતી. તેમજ ઈસરામા ખાતે હળદર પાકના પ્રોસેસીંગ યુનિટની મુલાકાત લેવામાં આવી.
આ પ્રસંગે બાગાયત અધિકારી કે.આર.ઠાકોર જ્ણાવ્યુ કે, આ યોજનાનો હેતુ મહિલાઓને ફળ અને શાકભાજીઓમાંથી વિવિધ વાનગી તેમજ બનાવટો વગેરે શિખવીને મહિલા સશક્તિકરણને ભાર આપવામાં આવ્યો અને ત્યારબાદ પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું. આ તાલીમ થકી બહેનો આગામી સમયમાં ફળ અને શાકભાજી માંથી મૂલ્ય વર્ધિત પોષણયુક્ત બનાવટો બનાવી પોતાના પરિવારજનોને તથા સમાજને ગૃહ ઉદ્યોગ શરૂ કરી ઉપયોગી થશે એવું નાયબ બાગાયત નિયામક ડૉ. સ્મિતાબેન પિલ્લાઈ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.