જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, મહીસાગર

     ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસ યાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણી વિકાસ સપ્તાહનો પ્રારંભ તા.૭/૧૦/૨૦૨૪થી ૧૫/૧૦/૨૦૨૪ સુધી રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ.

વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લામાં થીમેટિક દિવસો, વિકાસ પદયાત્રા, સાસ્કૃતિક કાર્યક્રમ, વિકાસ પ્રદર્શન, સોશિયલ/ ડિજિટલ મીડિયા જુંબેશ, સફળતાની ગાથા, યુવા વર્ગની સહભાગિતા, કલા સ્થાપત્ય, વિકાસ રથ, ગુજરાત વિકાસ ઇનોવેશન એક્સ્પો, ગુજરાતના મહત્વના સ્થળોનું સુશોભન, ભીંતચિત્રો અને શાળાઓમાં પ્રવચનો તથા ક્વિઝનું આયોજન કરવા જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, નિવાસી અધિક કલેકટર સી.વી.લટા, પ્રાયોજના વહીવટદારશ્રી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર,પ્રાંત અધકારીઓ, ખેતીવાડી અધિકારી, મામલતદારઓ સહિત સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 રિપોર્ટર : જયેશ ડામોર, મહીસાગર

Related posts

Leave a Comment