વાત્સલ્ય સંસ્થા, દીવમાં રક્ષાબંધન તહેવાર ઉજવવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, દીવ      

       વાત્સલ્ય સંસ્થાના હોલમાં આગામી રક્ષાબંધન પર્વને અનુલક્ષીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દીવ જીલ્લા બાળ સુરક્ષા એકમ નાં મૈત્રીબેન ભટ્ટ, ચાઈલ્ડ હેલ્પલાઇન, દીવનાં રૂષીકેશ સાપરે અને બ્રહ્માકુમારી ગીતાબહેન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.

       કાર્યક્રમમાં ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના સેક્રેટરી ઉસ્માનભાઈ વોરા દ્વારા અને પ્રાસંગિક પ્રવચન બ્રહ્માકુમારી ગીતાબહેન દ્વારા કરવામાં આવ્યું.

 

       વાત્સલ્ય સંસ્થાની મનોદિવ્યાંગ બાળકીઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓ ઉપસ્થિતોને અને સંસ્થાના બાળકો ને બાંધી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી.

      સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો પૈકી અસ્મિતા કાપડિયા અને ચંદ્રકાંત ચુડાસમા દ્વારા ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના ગીત ઉપર અભિનય દ્વારા રક્ષાબંધન ની પ્રતિકૃતિ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ અને ગદગદીત કરી વાહવાહ મેળવી હતી.

       આમંત્રિતો ની આભારવિધિ રાજુભાઇ દવે દ્વારા કરવામાં આવી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ કાપડિયા દ્વારા કરવામાં આવ્યું.


Related posts

Leave a Comment