શ્રી ઉમા મહિલા સંગઠન સમિતિ સૌરષ્ટ્ર ઝોન દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાય

શ્રી ઉમા મહિલા સંગઠન સમિતિ સૌરષ્ટ્ર ઝોન દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાય 

હિન્દ ન્યુઝ,

જગત જનની ઉમિયા માતાજીના પ્રગટીયના ૧૨૫ વર્ષ નિમિતે શ્રી ઉમિયાધામ-સિદસર દવારા ૨૧ ડિસ. થી ૨૯ ડિસે. ૨૦૨૪ દરમ્યાન શ્રી ૧| શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રી ઉમા મહિલા સંગઠન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા ઉમાભવન-રાજકોટ ખાતે તા.૨૮-૦૧-૨૦૨૪ દરમ્યાન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાંથી ૨૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 

કાર્યક્રમનો શુભારંભ સવારે ૯:૦૦ વાગ્યે દીપ પ્રાગટ્ય અને મા ઉમિયાની આરતીથી કરવામાં આવેલ. શ્રી સરોજબેન મારડિયા સૌરાષ્ટ્ર ઝોનના મહિલા અધ્યક્ષા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. સોનલબેન ઉકાણી પરિવાર ભાવના અને મહિલાઓનું પારિવારિક કર્તવ્ય વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું. મંદિર સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ તેમજ કૌશિકભાઈ રાબડીયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન મંદિર સંસ્થાની માહિતી આપવામાં આવી.

 સ્પર્ધક દ્વારા અલગ અલગ વિષયો જેવા કે,  (૧) ‘સમાજ સાદ કરે છે જાગો’ (૨) ‘પારિવારિક સમસ્યા અને વિખરાતા પરિવાર’ (૩) ‘સમાજ નિર્માણમાં મહિલાઓની ભૂમિકા’ (૪) ‘સમય સાથે યુવા ધનનો સંધર્ષ’ (૫) ‘સ્ત્રી જો ધારે તો…’ (૬) ‘પ્રથમ ગુરુ મા’ (૭) ‘બાળક ઝંખે સમય’ (૮) ‘બાળ ઉછેર બે હાથમાં’ (૯) ‘અર્થ તંત્ર અને મહિલા’ (૧૦) ‘માનવ જીવન અને પર્યાવરણ’ (૧૧) ‘પારિવારિક અને સામાજિક કર્તવ્ય’ (૧૨) ‘મોજીલો પરિવાર’ (૧૩) ‘મારી દ્રષ્ટીએ આત્મનિર્ભરતા એટલે…’ (૧૪) ‘રાજકારણ અને મહિલા’ (૧૫) ‘સોશ્યલ મીડિયા આશીર્વાદ કે સમસ્યા ?’ વગેરે વિષયો પર પોતાની મૌલિકતાને આગવી છટામાં રજૂ કરી હતી. 

     સ્પર્ધાનું આયોજન બે વિભાગમાં કરવામાં આવેલ જેમાંથી કુલ ૮ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા પ્રથમ ક્રમાંકે ડો. મન્ના ગલાણી, દ્વિતીય ક્રમાંકે સીમાબેન ભુવા,તૃતીય ક્રમાંકે ડો. નેહા કણસાગરા તેમજ રિયાબેન માકડીયા વિજેતા બન્યા હતા. વિભાગ-૨ માં પ્રથમ ક્રમાંકે અલ્પાબેન લાડાણી, દ્વિતીય ક્રમાંકે પીન્ટુબેન પટેલ, તૃતીય ક્રમાંકે જાગૃતીબેન ગઢીયા તેમજ ઇન્દિરાબેન ફળદુ વિજેતા બન્યા હતા. વિજેતાઓને પુરસ્કાર તેમજ તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ તથા ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા.તમામ સ્પર્ધકોને મોલેશભાઈ ઉકાણી દ્વારા ગીફ્ટ અર્પણ કરવામાં આવેલ.

નિર્ણાયક સમિતિમાં ભરતભાઈ અમૃતિયા સિદસર મંદિરના કારોબારી સભ્ય અને શિક્ષણ સમિતિના મંત્રી, કુસુમબેન કુંડારીયા જાણીતા કવિયત્રી તેમજ સોનલબેન ફળદુ દ્વારા તટસ્થ નિર્ણય જ્જાહેર કરવામાં આવેલ. કાર્યક્રમમાં સોનલબેન ઉકાણી, મનીષાબેન જે.પટેલ, ભાવનાબેન જે.કોટડીયાની વિશેષ ઉપસ્થિતિ હતી. સંગઠન સમિતિના હોદેદારો અને સભ્યો ઉષાબેન બરોચિયા, સુનીતાબેન પટેલ, કિરણબેન ભેંસદડિયા, પુષ્પાબેન મણવર, શિલ્પાબેન આરદેશણા, વર્ષાબેન માકડીયા, રાજકોટ શહેર પ્રમુખ ડો.મીતાબેન પટેલ, ઉપપ્રમુખ ભાવનાબેન માકડિયા, ભાવનાબેન રાજપરા, કીર્તિબેન માકડિયા, રાધાબેન પટેલ, કંચનબેન મારડિયા, કાંતાબેન ફળદુ, ઉર્મિલાબેન ઝાલાવાડિયા, નીતાબેન ઘોડાસરા, ઉષાબેન સુતરિયા, મંજુલાબેન ભુવા, પુષ્પાબેન ઠોરિયા, છાંયાબેન ઠોરિયા, સંગીતાબેન વૈશ્નાણી, મીનાબેન ધરસંડિયા, રીનાબેન ચનિયારા અને અનસુયાબેન સંતોકીએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. જાન્હવી આંકોલા, આરતીબેન રજોડિયા અને એ કર્યું હતું. અંતમાં ડો. મીતાબેન પટેલ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ.

Related posts

Leave a Comment