સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ  ન્યુઝ, ભાવનગર 

આગામી જાન્યુઆરી/૨૦૨૩- ફેબ્રુઆરી/૨૦૨૩ નાં માસ દરમિયાન તા.૦૨/૦૨/૨૦૨૩ ના રોજ વિશ્વકર્મા જ્યંતિ, તા.૦૯/૦૨/૨૦૨૩ ના રોજ સંકટ ચતુર્થી, તા.૧૫/૦૨/૨૦૨૩ ના રોજ સ્વામી દયાનંદ સરસ્વતી જ્યંતિ, તા.૧૮/૦૨/૨૦૨૩ ના રોજ મહા શિવરાત્રી તથા તા.૨૦/૦૨/૨૦૨૩ ના રોજ સોમવતી અમાસ વગેરે તહેવારો/ ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે ફરે નહિ તે માટે પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામુ જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારુ બહાર પાડવુ જરૂરી જણાતા અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપર મુજબના પ્રાણઘાતક હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામુ બહાર પાડવામા આવેલ છે. આ જાહેરનામું તા.૨૭/૦૨/૨૦૨૩ સુઘી અમલમાં રહેશે. આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વઘુમાં વઘુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અઘિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની સજા થશે તેમ અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવાયું છે.

This image has an empty alt attribute; its file name is savita-beti-bachao-1024x683.jpg

 

Related posts

Leave a Comment