હિન્દ ન્યુઝ, ભુજ
ભુજ તાલુકાના હરિપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ બટ ઉપર તા.૨૮/૧૨/૨૦૨૨ થી તા.૨૯/૧૨/૨૦૨૨ સુધી Major, 623 SATA Bty, Pin-926623, C/o 56 APO દ્વારા Range No. 2 & 3 ઉપર Major, 623 SATA Bty ના તાબા હેઠળ ફરજ બજાવતા અધિ./કર્મ શ્રીઓની ફાયરીંગ પ્રેક્ટીસ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઈપણ વ્યક્તિઓએ પ્રવેશવુ નહી અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઈપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામા આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુક્શાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેષ પંડયા, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.