હિન્દ ન્યુઝ, બોટાદ
સરકાર દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા જિલ્લાના યુવાધનને પરીક્ષામાં સફળ થવા સચોટ અને સંપુર્ણ માર્ગદર્શન મળે તેમજ તેઓ સફળતાના શિખરો સર કરે, તે હેતુથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ‘સુરક્ષાસેતુ સોસાયટી’ અંતર્ગત જિલ્લાના યુવાધન માટે નિ:શુલ્ક તાલીમ વર્ગોની શરૂઆત કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના યુવાધનને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શિત કરવાના શિક્ષણાભિમુખ અભિગમ થકી, રાજકોટની TTC કેરીયર એકેડમીના સંચાલક અને સફળ ફેકલ્ટી તથા સ્પીપા રેન્ક૨ અને ૪૦ થી વધુ સ૨કારી પરીક્ષાઓ પાસ કરનારા શ્રી મનીષભાઈ ગઢવીનો સંપર્ક કરી, તેઓની મદદથી જિલ્લાના યુવાધનને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શિત કરવા માટેનું ઉમદા આયોજન કરાયું હતું. જે અન્વયે તા.૦૯ જુલાઇથી પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતેના ઓડીટોરીયમમાં આગામી ત્રણ માસ માટે નિ:શુલ્ક સ્પેશીયલ વીકએન્ડ બેચ શરૂ કરવામાં આવી છે.
આ સ્પેશીયલ વીકએન્ડ બેચમાં TTC કેરીયર એકેડમીના સંચાલક સહિત અનુભવી ફેકલ્ટી દ્વારા જિલ્લાના યુવાધનને સચોટ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે અને સ્ટડી મટીરીયલ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ‘સુરક્ષા સેતુ સોસાયટી’ અંતર્ગત શરૂ ક૨વામાં આવેલ નિ:શુલ્ક તાલીમ વર્ગોમાં હાલમાં ૨૫૦ જેટલા ઉમેદવારો નામ નોંધાવી આ વર્ગોનો લાભ લઈ રહ્યા છે. બોટાદ જિલ્લા પોલીસ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીએ કરતા યુવાધનને આ વર્ગોનો લાભ લેવા અપીલ કરી છે.
રિપોર્ટર:સં ડણીયા બોટાદ