વારાહી પાણી પુરવઠા વિભાગમાં જે.બી.પટેલ ની બેદરકારીના લીધે સરકારને નુકસાન, પહેલા ૬ ફૂટ વરંડો બનાવ્યો પછી ત્રણ ફૂટ તોડવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, રાધનપુર

વરંડો ઊંચો ચણતર કર્યા બાદ દીવાલ તોડી ફરી સરકારી વર્ક ઓર્ડર બદલાયો કે શું ??

તાજેતરમાં જે.બી પટેલ નાયબ કાર્યપાલક ઇજનેરે જ્યારથી વારાહી પાણી પુરવઠા નો હોદ્દો સંભાળ્યો છે ત્યારથી સરકારશ્રીને દેખીતી રીતે નુકસાન થયા હોવાના પુરાવા જોવા મળી રહ્યા છે. એમના વિસ્તારમાં ગેરકાયદેસર પાણીના કનેક્શનો જાણે પોતાની મિલકતના કનેક્શનો પૈસા લઈને આપ્યા હોય તેવા પુરાવા જોવા મળી રહ્યા છે . જેના લીધે રણકાંઠાના વિસ્તારમાં પાણીની તંગી સર્જાય છે પાણી પુરવઠા વિભાગની કચેરી જાણે પોતાની વારસાઈ એ મળી હોય તેવો માની મન ફાવે ત્યારે સરકારી કામોમાં ફેરફાર કરી સરકાર ને નુકસાન પહોંચાડવું તેવો પુરાવો નજરે જોવા મળ્યો હતો.

પાટણ જિલ્લાના વારાહી મુકામે આવેલ પાણી પુરવઠા વિભાગની જે.બી.પટેલ ના.કા ઈ. તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે ની ઓફિસના ગ્રાઉન્ડની દિવાલનું કામ પ્રગતિમાં છે. જે કામ 20 દિવસથી આજ દિન સુધી સતત ચાલુ છે આ સાંભળતા જ તમને વિચાર થશે કે કેમ એટલો સમય થવા છતાં કામ પૂર્ણ નથી થયું. જે.બી પટેલ 25 દિવસ પહેલા શરૂ કરેલ દિવાલ ૬ ફૂટ જેટલી ઊંચી બનાવી પછી જે.બી પટેલ ને કોઈ એવો વિચાર આવ્યો તો તે દિવાલ ૩ ફૂટ જેટલી બનાવ્યા પછી પાડી દીધી. આમ જે.બી પટેલનું આ મનમોજીલુ કામ જોતા પોતાની મરજીથી કામ કરાવી તેમાં ફેરફાર કરતા નજરે પડતાં જે.બી પટેલ સામે અનેક સવાલો ઉભા થયા છે.
જે.બી પટેલે દિવાલનું કામ શરૂ કર્યા પહેલા વર્ક ઓર્ડર કે ટેન્ડર કોપી નહીં જોઈ હોય કે પછી પોતે સરકારમાં હોવા છતાં નવીન કામ તોડાવી સરકારને નુકસાન પહોંચાડવા માં રસ છે. આમ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે એટલું જ નહીં પરંતુ તેમની ઓફિસમાં દિવાલ ચણાવી રહ્યા છે તેનો પાયો પણ ખોદયા વગર ચણતર કરી દીધેલ છે. જે આવનાર સમયમાં કેટલું ટકાઉ હશે જોવું રહ્યું. આવા સરકારી કામો પહેલાથી જ નક્કી કરવામાં આવતા હોય છે તેમ છતાં વરંડો ચણ્યા બાદ તોડવાની ફરજ કેમ પડી, આ તમામ મજુરી મટીરીયલ્સ પણ સરકારનો વપરાયેલ હોય સરકારને જે.બી પટેલના લીધે દેખીતી રીતે નુકસાન થવા પામેલ છે. જેથી પાણી પુરવઠા વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી સરકારને થયેલ નુકસાન જે.બી પટેલ પાસે વસૂલવામાં આવે છે તેવી માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment