હિન્દ ન્યુઝ, ભાવનગર
જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ભાવનગરની યાદી જણાવે છે કે, રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાં તા.૩૦/૦૪/૨૦૨૨ નાં CSC eGovernance Services India Ltd. દ્વારા G2C અને B2C સેવાઓ ડિઝિટલ ઈન્ડિયા હેઠળ કોમન સર્વિસ સેન્ટર માધ્યમથી સમગ્ર દેશમાં પુરી પાડી રહેલ છે, જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનાં લોકો ખુબ મોટાં પ્રમાણમા લાભ મેળવી રહ્યાં હોય, તે મુજબ ઘરઆંગણે ખુબ સારી સેવાઓ ઉપલબ્ધ થઈ શકે તેવાં શુભાશયથી કોમ્પ્યુટર, પ્રિન્ટર અને ઇન્ટરનેટની સુવિધાઓ ઉપલબ્ધ હોય તેવી PACS/LAMPS/Milk Collection Center/Gruh Mandli સહિતની તમામ સહકારી સંસ્થાઓને CSC કેન્દ્ર તરીકે નોંધણી કરાવી તેનાં દ્વારા આ સેવાનો લાભ મેળવી શકશે. વધુમાં CSC નોંધણીની પ્રક્રિયા તથા સહકારી સંસ્થાનાં કર્મચારીઓને તાલીમ આપવાની જવાબદારી csc, svp નાં જિલ્લા મેનેજર દ્વારા નિભાવવામાં આવશે જેથી આ બાબતે તેમનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
