હિન્દ ન્યુઝ, સુરત
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં સિંગણપુર ચાર રસ્તા પાસે આવેલ ચૌધરી મેડિકલ સ્ટોર થી લઈને સિંગર પૂર મેન રોડ ઉપરની આશરે દોઢસો થી વધારે દુકાનોને મ્યુન્સિપાલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યું છે. જેમાં 700 જેટલા લોકોની રોજીરોટી ઉપર સવાલ થઈ રહ્યા છે પ્રાથમિક માહિતી પ્રમાણે આ જગ્યાની આસપાસ ફેરીયા વાળા અને લારીવાળા પોતાની રોજગારી માટે ઉભા રહે છે એ કારણને લીધે મેડિકલની દુકાનવાળા ભાઇને કોઇપણ જાતનો વાંકગુનો વગર કોઈ જાતની જાણકારી આપ્યા વગર મ્યુનિસિપલ કોર્પોરેશનના દબંગ અધિકારીઓએ તાત્કાલિક સીલ કરી દીધું જેના લીધે ફેરિયાઓમાં અને રોજે રોજ કમાઈને ખાવાવાળા લોકો માં ભારે રોષ જોવા મળ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે એસએમસી ના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે મેડિકલ વાળા ભાઈ ને ન્યાય મળે કે કેમ તે જોવાનું રહ્યું.

રિપોર્ટર : ઘનશ્યામ બારોટ, સુરત

