આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મંત્રી પ્રદિપભાઇ પરમારના અધ્યક્ષસ્થાને અમદાવાદના સરદાર પટેલ મેમોરિયલ ઓડિટોરિયમ શાહીબાગ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીનો “ગુડ ગવર્નન્સ” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ,

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સપનાઓને ચરિતાર્થ કરવા માટે તેમના જન્મદિવસને વર્ષ ૨૦૧૪ થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહમા રાજય સરકારના જુદા જુદા વિભાગોના નવા પ્રકલ્પો, લોક કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના લાભ, મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મંત્રી પ્રદિપભાઇ પરમારના અધ્યક્ષસ્થાને અમદાવાદના સરદાર પટેલ મેમોરિયલ ઓડિટોરિયમ શાહીબાગ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીનો “ગુડ ગવર્નન્સ” કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત વિભાગના નવ જેટલા બોર્ડ/નિગમોની અનેકવિધ યોજનાઓના અમદાવાદ જિલ્લાના કુલ-૧૩૧૫ જેટલા લાભાર્થીઓને કુલ રૂ. ૭/-કરોડથી વધુ રકમની સહાયના હુકમપત્રો/ લાભોનુ વિતરણ તથા ઈ – પેમેન્ટ કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં મંત્રીએ જણાવ્યુ હતું કે ‘’ ગ્રામ્ય વિસ્તારના દરેક માણસ સુધી રાજ્ય સરકારની લોક-કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ સુશાસન સપ્તાહની ઉજવણીનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારત થકી આત્મનિર્ભર ગુજરાત બનાવવાનું લક્ષ્યાંક જનભાગીદારીથી પૂર્ણ કરવામાં આવશે. કેંદ્ર અને રાજ્ય સરકારના વિકાસના કાર્યો અને જનહિતકારી નિર્ણયો થકી છેવાડાના માનવીને દરેક રીતે ઉપયોગી અને મદદરૂપ થાય અને ગરીબ માણસને મુખ્ય પ્રવાહની ધારામાં લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને દરેકની પડખે છે. સુશાસનનો ખરો અર્થ છે સુવ્યવસ્થા,સુરક્ષા, સુનિશ્ચિતતા અને લોકોને મળતી સુવિધામાં વધારો અને સરળીકરણ કરવું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પદ પર બિરાજમાન હતા ત્યારે ‘’ સૌનો સાથ-સૌનો વિકાસ મંત્ર આપ્યો હતો જેને ચરિતાર્થ કરીને આજે તેમાં ઉમેરો કરીને હવે ‘’ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’’ ને પણ જોડવામાં આવ્યો છે. જે ગુજરાતની શાસન ધુરાની સફળતા દર્શાવે છે તેમ જણાવીને મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે આજે ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ જઈ રહ્યું છે અને સમગ્ર દેશ માટે રોલ મોડલ સાબિત થઈ રહ્યું છે. જન્મથી લઈને મરણ સુધીની રાજય સરકારની અનેક સહાયકીય યોજનાઓનો સીધો લાભ હવે લોકોને ઘરેબેઠા મળતો થયો છે. રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજયની ગરીબો અને વંચિતોને યોજનાઓનો લાભ ત્વરિત મળી રહે તે માટેના પ્રયત્નો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નાગરીકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કાયદા આધારીત કેટલાક સોગંદનામા કરવાની પ્રક્રિયામાંથી મુક્તિ આપી છે અને યોજનાઓનો લાભ મેળવવા માટે નાગરીકોને સહભાગી બનવા માટે જણાવ્યું હતુ. મહિલા અને બાળ ક્લ્યાણ વિભાગના રાજયકક્ષાના મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ‘’ ગુજરાત અન્ય રાજ્યો માટે રોલ મોડલ કઈ રીતે બની શકે તેનુ દિશાદર્શન કરનાર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ એટલે કે ગુડ ગર્વનન્સ તરીકે સમગ્ર દેશમાં દર વર્ષે ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી ઉજવવામાં આવે છે. જેનો શ્રેય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળે છે. જે ગુજરાત માટે ગર્વ અને ગૌરવની વાત છે. ચૂંટાયેલી દરેક સરકાર નિર્ણયો લેતા હોય છે પણ તેની પ્રક્રિયા અને તેને પાર પાર પાડવાની રીત અલગ-અલગ હોય છે. એ જ ખરા અર્થમાં સુશાસન છે. અત્યારે સમગ્ર દેશમાં જનભાગીદારીથી સરળતાથી પેપરલેસ કામગીરી થઈ રહી છે. જે સુશાસનનો ઉત્તમ દાખલો છે. લોકોની વેદનાનું નિરાકરણ કઈ રીતે થઇ શકે તે માટે કેંદ્ર અને રાજ્ય સરકાર તે મુજબની યોજનાઓ બનાવે છે જેનો સીધો લાભ લાભાર્થીઓને મળી રહ્યો છે. પ્રાસંગિક વકત્વ્યમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો કિરીટભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે કોઈપણ કાર્યમા માત્ર સરકાર નહી પણ જ્યાં સુધી જનભાગીદારી ન જોડાઈ ત્યાં સુધી નક્કર પરિણામો મળતા નથી એટલે જ સૌનો સાથ સૌનો વિકાસ અને હવે તેમાં સૌનો વિશ્વાસ અને પ્રયાસ જરૂરી છે. ભારતના નાગરિકોને સરકાર સાથે જોડવાનો પ્રયાસ એટલે સુશાસન. ૧૯૪૭ થી ૨૦૧૪ સુધીનો ઇતિહાસ અલગ છે અને ૨૦૧૪ થી આજ દીન સુધીનો ઇતિહાસ અલગ છે જેના મીઠા ફળ દેશની જનતાને મળી રહ્યા છે. શૂન્ય બેલેન્સથી ખોલવામાં આવેલા જનધન ખાતામાં આજે ટેકનોલોજીના માધ્યમથી પૈસા જમા થઇ રહ્યા છે. આ સુશાસનની સફળતા છે. હાંસિયામાં મુકાઇ ગયેલા અનેક લોકો માટેની યોજનાઓ તેમના સુધી પહોચી રહી છે અને તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૯ જેટલા બોર્ડ /નિગમો કાર્યરત છે જેની અનેક યોજનાઓના અમદાવાદ જિલ્લાના ૧૩૧૫ જેટ્લા લાભાર્થીઓને ૭ કરોડ થી વધુના સહાયકીય ચેકનું વિતરણ મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતુ. ઉપરાંત સમગ્ર રાજ્યના કુલ ૬૬૭૫ જેટલા લાભાર્થીઓને કુલ રૂ. ૭૮૭૬.૧૩ લાખની સહાયનુ ઇ-પેમેન્ટ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયનાબેન તોમર, અમરાઇવાડી, નરોડા, સાબરમતી, મણીનગર અને વેજલપુરના ધારાસભ્યઓ, વિવિધ નિગમના ચેરમેનઓ, મેનેજિંગ ડિરેકટરો, પ્રમુખઓ,અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ સમિતીના ચેરમેનઓ તથા અમદાવાદ શહેર અને જિલ્લાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment