અમરેલી જિલ્લામાં ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન સુશાસન સપ્‍તાહની ભવ્ય ઉજવણીનું આયોજન

પૂર્વ વડાપ્રધાન વાજપેયીના જન્‍મદિવસ સપ્તાહની ઉજવણી નિમિતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે કાર્યક્રમો દરમિયાન રાજ્ય સરકારના મંત્રીઓ અને ચેરમેનઓ ઉપસ્થિત રહેશે

હિન્દ ન્યુઝ, અમરેલી 

         ડીસેમ્બર રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીના જન્‍મદિન નિમિત્તે સુશાસન સપ્‍તાહની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે સાથે અમરેલી જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો આજે ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી યોજાનાર છે. જિલ્લાના લોકોને વધુને વધુ રાજય સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટે દરેક દિવસે સંબધિત વિભાગોને તેમના વિભાગની યોજનાઓનો મહત્તમ લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ૨૫ ડિસેમ્બરના સેવાસેતુ કાર્યક્રમો યોજી જિલ્‍લામાં વારસાઇ, વિધવા સહાય, રાશનકાર્ડ, આધારકાર્ડ વગેરેનો લાભ લોકોને આપવામાં આવશે. ૨૬ ડિસેમ્બરના ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયકલોથોન અંતર્ગત જિલ્લા આરોગ્‍યતંત્ર દ્વારા જિલ્લાના આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે સાયકલોથોનનું આયોજન કરી જિલ્‍લાના પ્રજાજનોને સાયકલ રેલીના માધ્‍યમથી સ્‍વસ્‍થ ભારત સ્‍વસ્‍થ ગુજરાતનો સંદેશો પહોંચાડાશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ નગરપાલિકાઓના ચીફ ઓફિસરોને શહેરોના લાભાર્થીઓને મહત્તમ લાભ મળી રહે તેવું આયોજન કરવામાં આવશે. ૨૭ ડિસેમ્બરના બાળ વિકાસ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા તેમના હસ્‍તકની યોજનાઓના લાભાર્થીઓને તેમના લાભો આપવામાં આવશે તેમજ જિલ્લા આરોગ્‍યતંત્ર દ્વારા જિલ્‍લામાં વધુમાં વધુ વેકસીનેશન કરવામાં આવશે. ૨૮ ડિસેમ્બરના ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટે જિલ્‍લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ૨૯ ડિસેમ્બરના સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ કલ્‍યાણ હસ્‍તકની વિવિધ યોજનાઓનો લાભ અને મંજૂરીપત્રોનો મહત્તમ લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે ખાસ આયોજન કરવામા આવશે. ૩૦ ડિસેમ્બરના શ્રમ આયુકત દ્વારા જિલ્લાના મહત્તમ શ્રમિકોને નોંધણી કરવા અને આઇ. ટી. આઇ. વિભાગ દ્વારા એપેન્‍ટિસ યોજના અંતર્ગત વધુને વધુ લોકોને યોજનામાં સામેલ કરવા ખાસ આયોજન કરવામાં આવશે. પોલીસ વિભાગ અને આર. ટી. ઓ. દ્વારા સંયુકત રીતે આયોજન કરી મહત્તમ લાભાર્થીઓને લાભ આપવા ૩૧ ડિસેમ્બરના પંચાયત વિભાગની જનકલ્‍યાણકારી યોજનાઓના લાભો તેમને સીધા જ મળી રહે તે માટેનું આયોજન કરી તેનો લાભ જિલ્‍લાના મહત્તમ પ્રજાજનોને મળી રહે તેમ સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે.

Related posts

Leave a Comment