ગામઠાણ સર્વે યોજના અંતર્ગત પ્રોપટીકાર્ડ બનાવવાની કામગીરી તા.૨૭ ડીસેમ્બરથી તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી બોટાદ જિલ્લાના ભીમડાદ ગ્રામ પંચાયત કચેરી ખાતે કરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

ગામઠાણ સર્વે યોજના અંતર્ગત ગઢડા તાલુકાના ભીમડાદ ગામની મિલકત વાઈઝ માપણી કામગીરી વાપ્કોસ એજન્સી દ્વારા પૂર્ણ થયેલ છે જે મિલકતના પુરાવા એકત્રિકરણની કામગીરી વાપ્કોસ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે જેથી મિલકતધારકોએ મિલકતની માલિકીને લગતા તમામ આધાર પુરાવા જેવા કે, રજિસ્ટર વેચાણ દસ્તાવેજ, સનદ(કબૂલાત) માલિકીફેર ખત, વારસાઈ, વેચાણ, બક્ષીસ,જુની વેરા પહોંચ, ચાલુ વર્ષની વેરા પહોંચ વગેરે જેવા પુરાવાની ઝેરોક્ષ(નકલ) સ્વ. પ્રમાણિત કરી વાપ્કોસ એજન્સીના કર્મચારીને પુરા પાડવાના રહેશે. વાપ્કોસ એજન્સીના કર્મચારી તા.૨૭/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી ભીમડાદ ગ્રામ પંચાયત કચેરી ખાતે મુકામ કરનાર હોઈ જેથી તમામ સબંધિતે નોંધ લેવા બોટાદ જિલ્લા નિરિક્ષક જમીન દફતરની એક અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે.

રિપોર્ટર : રિપોર્ટર : આનંદ સરસાવા, બોટાદ

Related posts

Leave a Comment