ગુજરાત એસ.ટી.લોક ઉપયોગી સેવાઓની સાથે સાથે લગ્નપ્રસંગે, સામાજીક, ધાર્મિક કાર્યક્રમોમાં કોન્ટ્રાક્ટના ધોરણે બસ સેવા પુરી પાડવામાં આવશે

હિન્દ ન્યુઝ, નડિયાદ 

ગુજરાત એસ.ટી.લોક ઉપયોગી સેવાઓની સાથે સાથે લગ્નપ્રસંગે, સામાજીક, ધાર્મિક કાર્યક્રમોમાં કોન્ટ્રાક્ટના ધોરણે બસ સેવા પુરી પાડવા ઉપરાંત લાંબાગાળાના કેજ્યુઅલ કોન્ટ્રાક્ટના ધોરણે પણ બસ સેવા આપે છે. નિગમ દ્રારા બસ સેવાનો વ્યાપ વધારવા અને સંસ્થાઓ-નાગરિકોની જરૂરીયાતો અને માંગણીને ધ્યાને લઇ સામાજીક સંસ્થાઓ, ઔધોગિક એકમો, અન્ય સંસ્થાઓ વગેરે પોતાના સ્ટાફને લાવવા લઇ જવા સારૂ નિગમની બસોના લાંબાગાળાના કરાર કરવા રસ ધરાવનારને સુવિધા આપવામાં આવનાર છે. રસ ધરાવનારે પોતાની જરૂરીયાત અનુસાર લાંબાગાળાના વાર્ષિક કેજ્યુઅલ કોન્ટ્રાક્ટથી વાહનો મેળવવા ઇચ્છુક સંસ્થાઓ કે વ્યક્તિને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી.નડિયાદ વિભાગીય કચેરી, પરીવહનશાખા ખાતે રૂબરૂ અથવા મો.નં.૬૩૫૯૯૧૮૬૩૪ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્‍યું છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment