હિન્દ ન્યુઝ, સિદ્ધપુર
સિદ્ધપુર શહેર મુકામે આવેલ જનરલ હોસ્પિટલ ખાતે કોરોના સામે ની લડત માં સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર સાહેબ ની સરકાર સમક્ષ ની તારીખ : ૨૬/૦૪/૨૦૨૧ ની રજુઆત ના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા તારીખ : ૦૯/૦૭/૨૦૨૧ ના રોજ મંજુર થયેલ ૫૦૦-૫૦૦ લીટર ના બે ઓક્સિજન પ્લાન્ટ, ૨૫ વેલ્ટીનેટર અને ૧૦ બાયપેપ સિદ્ધપુર સીવીલ ખાતે આવેલ જેમાં સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર મુલાકાત કરી સિદ્ધપુર શહેર અને તાલુકા ના ગામડા ને લાભ મળે આ સુવિધા આપનાજ સિદ્ધપુર માં મળે જેમ બીજી લહેર મા ખુબ હાલાકી ને ધ્યાન માં લયી ચંદનજી ઠાકોર એ કરેલ રજુવાત થી દરેક નાગરિકો એ ધારાસભ્ય નો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો જેમાં , પાટણ.જીલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહીમભાઇ ચારોલીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હમિદ ભાઈ મોકનોજીયા, સિદ્ધપુર શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર તેમજ અન્ય તાલુકા પંચાયત/નગરપાલીકા ના સદસ્યો, કોંગ્રેસ ના આગેવાનો, કાર્યકરો સાથે મુલાકાત કરી. જેમાં ધારાસભ્ય દ્વારા સિદ્ધપુર સિવિલ જનરલ હોસ્પિટલ ના જરૂરી મુદ્દાઓ સિવિલ ની જરૂરિયાતો સાધનો વગેરે ના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.
રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, સિદ્ધપુર