મોડાસા નગરપાલિકાનાં વિસ્તારમાં માલપુર રોડ પર બ્લોક નાખવા બાબતે રજૂઆત કરાઈ

હિન્દ ન્યૂઝ,

ડાસા નગરપાલિકા ના વિસ્તારમાં માલપુર રોડ પર આવેલી ઇદગાહ ની બહાર ગંદકી થતી હોવાના કારણે નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ બાંધકામ સમિતિ ના ચેરમેન સમક્ષ તારીખ 16-3-2021 ના રોજ બ્લોક નાખવા માટે રજુઆત કરવામાં આવી હતી. તારીખ 09-4-2021 ના રોજ ફરીથી આ બાબતે રજૂઆત કરતા જિલ્લા આયોજન ની ગ્રાન્ટમાં થી પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, મુખ્યઅધિકારી તેમજ શાખા અધિકારી એ સકારાત્મક અભિગમ અપનાવી બ્લોક નાખવા માટેનો નિર્ણય લીધો. આથી લોકોમાં હર્ષ ની લાગણી ઉભી થઇ છે.

રિપોર્ટર : મોહસીન ચૌહાણ,

Related posts

Leave a Comment