જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓની બંને સાઇડમાં ગાંડા બાવળોના સમ્રાજ્યથી વાહન ચાલકો અને પ્રજાજનો પરેશાન ! માર્ગ અને મકાન વિભાગ ઘોર નિંદ્રામાં

હિન્દ ન્યુઝ, સુઈગામ

    સરહદી સુઈગામ તાલુકાના ડાભી અને ડુંગળા ગામને જોડતો પાકો ઙાંમર રોડ આસરે સાડા ચાર કિલોમીટર જેટલુ અંતર ધરાવે છે. ડાભી ગામથી ડુંગળા ગામને જોડતો રાહદારી પાકો ડાંમર રોડ છે અને રોડની બંને સાઇડમાં ગાંડા બાવળોનુ સામ્રાજય એટલી હદે વધી રહ્યું છે કે ગાંડા બાવળ પાકા ડાંમર રોડ ઉપર આવી ગયા હોવાની વાહનચાલકોને સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતાં અકસ્માત સર્જાવાની ભીતી સેવાઈ રહી છે, વાહન ચાલકો પોતાનુ વાહન ચલાવી રહ્યા હોય ત્યારે સામેથી આવતુ વાહન રોડની સામાન્ય ગોળાઈમાં પણ ગાંડા બાવળોના લીધે અકસ્માત સર્જે તેવો ડર સતાવી રહ્યો છે. એક બાજુ ગાંડા બાવળનુ સામ્રાજય અને બીજી બાજુ રોડની સાઇડમાં ખાડા અને રોડ બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસામાં વરસદી માહોલમાં ડાભી અને ડુગળા રોડ પર કયાંય વાહન અકસ્માતની અઘટિત ઘટના ના ઘટે તે માટે મિડીયાના માધ્યમથી ડાભી ગ્રામપંચાયત સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગ તંત્ર ના જવાબદાર અધિકારીઓ દાવા વહેલી તકે ડાભી અને ડુંગળા રોડની બંને સાઇડમાં ના ગાંડા બાવળોનુ કટીંગ કરાવાનુ કામ ચાલુ કરાવામાં આવે અને સાથે રોડની સાઈડોમાં ખાડા હોય તેને પૂરવામાં આવે તેમજ જયાં રોડ બિસ્માર હાલતમાં હોય તેને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવે એવી PWD તંત્રના જવાબદાર અધિકારીઓ અને સરકારી ને વિનંતી કરવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે PWD તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા ડાભી ડુંગળા રોડ ઉપરનુ ગાંડા બાવળોનુ સામ્રાજય કપાવી રસ્તાની બંને સાઇડો ખુલ્લી કરવામાં આવે, સાઈડોના ખાડા પૂરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામેલ છે.

અહેવાલ : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment