હિન્દ ન્યુઝ, જામનગર
ભારતીય જૈન સંગઠન જામનગર ડિસ્ટ્રિક્ટ, રોટરી ક્લબ ઓફ જામનગર અને રોટરી ક્લબ ઓફ સેનોરાઝ જામનગર ના સયુક્ત ઉપક્રમે તારીખ ૨૨ જૂન ૨૦૨૨ ને મંગળવાર ના રોજ રાત્રિના ૯:૦૦ વાગ્યે “વોટર હાર્વેસ્ટિંગ અને લઘુમતી તથા બિન અનામત વર્ગો ને મળતા લાભ અંગે માર્ગદર્શન” આપતા વેબીનાર નું આયોજન કરેલ. આ પ્રોગ્રામ માં રોટેરિયન શરદભાઈ શેઠ જલ યોધ્ધા, પાણી નો સંગ્રહ અને બચત કેવી રીતે કરી શકાય એ વિષય પર અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી અતુલભાઈ મહેતા, ધારા શાસ્ત્રી કે. કે. વિસરિયા પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. બહોળી સંખ્યા માં લોકો લાભ લીધો હતો.