ભારતીય સેનામાં મહિલાઓ માટે ભરતી પ્રક્રિયાનું આયોજન

હિન્દ ન્યૂઝ, ભાવનગર

ભારતીય સેનામાં ઉત્તમ કારકિર્દી ધડવા ઈચ્છુંક મહિલા ઉમેદવારો માટે સોલજર જનરલ ડ્યૂટી (વુમન મિલિટ્રી પોલિસ) ની ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે. જેમાં શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ ૪૫% સાથે તેમજ દરેક વિષયમાં ૩૩% જરૂરી. જન્મ તારીખ તા.૦૧/૧૦/૨૦૦૦ થી તા.૦૧/૦૪/૨૦૦૪ બન્ને તારીખ સહિત અથવા વચ્ચે હોવી જોઈએ. લઘુત્તમ ઉંચાઈ ૧૫૨ સે.મી. વજન આર્મી મેડીકલ સ્ટાન્ડર્ડ મુજબ રહેશે. વધુ માહિતી માટે તેમજ ભાગ લેવા ઈચ્છુંક મહિલા ઉમેદવારોએ તા.૦૬/૦૬/૨૦૨૧ થી તા.૨૦/૦૭/૨૦૨૧ સુધીમાં ભારતીય સેનાની ઓફીશ્યલ વેબસાઈટ: www.joinindianarmy.nic.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે તેમ મદદનીશ નિયામક(રોજગાર), ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment