સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા પોતાના ખર્ચે ઓક્સિજન ના 100 જેટલા બાટલાઓ મંગાવી ને લોકોની સેવા માં ખડેપગે  

હિન્દ ન્યૂઝ, વેરાવળ

    સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા હાલ કોરોના વાયરસ ની બીજી લહેર અતિ તીવ્રતા થી ચાલી રહેલ છે, જેનાથી દરરોજ બહોળી સંખ્યામાં લોકો કોરોના થી સંક્રમિત થાય છે, ત્યારે કોરોના થી સંક્રમિત દર્દીઓ ને ઓક્સિજન ની જરૂરિયાત હોય તેવા લોકો ઓક્સિજન ના બાટલા માટે ભટકી રહિયા છે, તેઓને સમયસર ઓક્સિજન ન મળવા થી મુત્યુ ના બનાવો બને છે, જેથી ધારાસભ્ય દ્વારા કુદરતી ન્યાય અને માનવતા ના ધોરણે તેઓ પોતાના ખર્ચે ઓક્સિજન ના 100 જેટલા બાટલાઓ મંગાવી ને લોકો પર સંપૂર્ણ ભરોસો છે,  કોઈપણ જાતની ડિપોઝિટ વગર 90 સોમનાથ વિધાનસભા તથા ચોરવાડ શહેર, તેમજ આજુ બાજુ ના વિસ્તારો માં જરૂરિયાત મંદ દર્દીઓ ને ઓક્સિજન ના બાટલા નું વિતરણ કરેલ, તેમજ ટુક સમયમાં  200 જેટલા બાટલાઓ પણ જરૂરિયાત મંદ દર્દીઓ માટે કાર્યરત થશે.

રિપોર્ટર : મો. સઈદ મહિડા, વેરાવળ 

Related posts

Leave a Comment