રાજપીપળા પોલીસે બજારમાં કડક ચેકીંગ

હિન્દ  ન્યૂઝ, રાજપીપળા 

      રાજપીપળામાં કોરોના ના કેસ વધતા પોલીસ દ્વારા માસ્ક બાબતે કડક ચેકીંગ કેટલાક લોકો સાથે પોલીસની ચકમક રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના ના વધતા કેસ ના કારણે માસ્ક સહિત ના કોવિડ-૧૯ ના જાહેરનામા નું પાલન જરૂરી બન્યું છે ત્યારે આજે રાજપીપળા પોલીસે બજારમાં આ બાબતે કડક ચેકીંગ હાથ ધરી વાહન ચાલકો અને દુકાનદારો પર લાલ આંખ કરી કાયદાના પાઠ ભણાવતા પોલીસ અને લોકો વચ્ચે તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં કેટલાક દુકાનદારો અને પોલીસ વચ્ચે ચકમક પણ જોવા મળી હતી. જોકે લોકો કોરોના સંક્રમિત ન થાય અને શહેર જિલ્લામાં કોરોના ના કેસો બેકાબુ ન બને તે માટે કાયદાનું પાલન કરાવતી પોલીસ ને સહકાર આપવાના બદલે કેટલાક લોકો પોતાની મનમાની કરતા હોય જે તેમના અને તેમના પરિવાર સહિત અન્યો માટે જોખમી છે માટે લોકો એ પણ કાયદાનું પાલન કરાવતી પોલીસ ટીમો ને પૂરતો સહકાર આપવો જોઈએ.

રિપોર્ટર : અંકુર ઋષિ, રાજપીપળા

Related posts

Leave a Comment