ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન માંગરોળ તાલુકા સહિત દરેક CRC કેન્દ્રો ખાતે ઓનલાઇન યોજાયું

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

          GCERT, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત પ્રેરિત ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2021 તારીખ 24/3/2021ના રોજ યોજાયું હતું. જેમાં માંગરોળ તાલુકાના, માંગરોળ સહિત 11 CRC કેન્દ્રો ખાતે માઇક્રોસોફ્ટ ટીમના માધ્યમથી ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંગરોળ તાલુકાની 67 શાળાઓએ ભાગ લીધો હતો. કુલ પાંચ વિભાગમાંથી દરેક ક્લસ્ટર માંથી દરેક વિભાગની પ્રથમ આવેલ કૃતિઓ તારીખ 26 /3 /2021ના રોજ બ્લોક કક્ષાએ ભાગ લેશે. દરેક શાળાના ભાગ લીધેલ માર્ગદર્શક શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકોને BRC હીરાભાઈ ભરવાડ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા. માંગરોળ અને હથુરણ કેન્દ્રનું સંચાલન CRC કંચન પટેલે કર્યું હતુ. મહુવેજ શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ ચૌહાણએ સુંદર આયોજન કરી આપ્યું હતું આ પ્રદર્શન માઇક્રો સોફ્ટ ટીમના માધ્યમથી ઓનલાઇન યોજાયું હતુ.

 રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment