ખેડૂત ના નેતા રાકેશ ટિકૈટ આવશે ગુજરાત

ભાવનગર જિલ્લાના ખેડૂત આગેવાનો કરશે ભાવનગર માં મહાપંચાયત ની શરૂઆત : દશરથસિંહ ગોહિલ તણસા

હિન્દ ન્યૂઝ, શિહોર

સંયુક્ત કિસાન એકતા મોર્ચા દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલન ના સમર્થનમાં ભાવનગર જિલ્લા ના શિહોર તાલુકાના ટાણા ગામે મિટીંગ યોજાઈ.

જેમાં દશરથસિંહ ગોહિલ તણસા એ જણાવ્યું કે શિહોર ભાવનગર અને ઘોઘા તાલુકાના ખેડૂતો તેમજ ભાવનગર જિલ્લાના તમામ ખેડૂત સંગઠનો તથા ખેડૂત આગેવાનો સાથે મળી ને ત્રણ કૃષિ આધ્યાદેશ ના વિરોધ માં અને ખેડૂતો ને જાગૃત કરવા માટે દિલ્હી કિસાન આંદોલન મુખ્યા રાકેશ ટિકૈટ ને લાવી ને ગુજરાત માં ભાવનગર જિલ્લામાં પ્રથમ મહા પંચાયત કરવાનું ખેડૂત આગેવાનો સાથે મિટિંગ યોજાઈ અને ગુજરાત ના ખેડૂતો ની વ્યથા દિલ્લી સુધી પહોંચાડવા તેમજ કિસાન આંદોલન શરૂ કરવા માટે શુભાપ્રારંભ કરાયું.

Related posts

Leave a Comment