અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, બગસરા

           અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા ની પ્રમુખ અને ઉપપ્રમુખ નિમણૂક બગસરા ઝવેરચંદ મેઘાણી કોમ્યુનિટી હોલમાં કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં બગસરા મામલતદાર સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ તેમજ બગસરા પોલીસ સ્ટાફની હાજરી આપી હતી. બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે ખીમસુરીયા ઇન્દુભાઇ ભીખુભાઈ ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ એમ. ગીડા ની નિમણૂક કરવામાં આવી છે. આ બંને ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા છે.

રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Related posts

Leave a Comment