માણાવદર તાલુકા ખાતે કપીંગ થેરાપી કેમ્પ સફળતા પૂર્વક સંપન્ન

હિન્દ ન્યૂઝ, માણાવદર

જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેર મહાદેવીયા રોડ, પટેલ ચોક ખાતે આજ રોજ તા.૧૪/૩/૨૦૨૧ ને રવિવારના રોજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ અને જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કપીંગ થેરાપી કેમ્પ સંપન્ન. આ કેમ્પમાં નિષ્ણાંત, તજજ્ઞ ડોકટરોએ પોતાની સેવા આપી હતી. દર્દીઓને ગોઠણ ની દુઃખાવો, મણકાની નસ દબાવી, કમરનો દુઃખાવો, સાઇટિકા વગેરે જેવી શારીરિક બીમારોઓની તપાસણી કરી હતી તેમજ યોગ્ય ઈલાજ કરેલો હતો. આ કેમ્પમાં માણાવદર શહેરના તેમજ આજુબાજુના ગામડાના 200 થી વધુ લાભાર્થી દર્દીઓએ લાભ લીધો હતો તેમજ ડોકટરોએ પણ જણાવેલ કે, આવા સમાજ સેવાના કેમ્પમાં ગમે ત્યારે તેઓ પોતાની સેવા આપશે આ કેમ્પનું આયોજન જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. માણાવદરનું આ જલારામ ટ્રસ્ટ ઘણા વર્ષોથી માનવ સેવા અર્થે કાર્યો કરે છે અને આ કેમ્પનું આયોજન આ ટ્રસ્ટ દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું તેમજ આ કેમ્પમાં ટ્રસ્ટના સ્વંયસેવકો, લાભાર્થી દર્દીઓએ કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરેલું હતું.

અહેવાલ : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment