હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)
ચૂંટણીને ધ્યાનમાં લઈ ને આજે તારીખ 25 નાં માંગરોળ અને મોસાલીના વિસ્તારોમાં પોલીસની વાહન ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આગામી તારીખ 28 મી ફેબ્રુઆરીનાં રોજ જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન થનાર છે. ચૂંટણી ની મતદાન સહિતની પ્રક્રિયા શાંતિ ભર્યા માહોલમાં સપ્પન થાય એ માટે પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ પોલીસ ની પ્રથમ ફરજ અને જવાબદારી છે. કાયદો અને વ્યવસ્થા સાથે ચેડાં કરનારા તત્વો સામે પોલીસ કડક હાથે કામ લેશે.
રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)