નડિયાદ તાલુકા પંચાયત ઉત્તરસંડા -૨ ના ઉમેદવાર રૂપેશભાઈ મેકવાન દ્વારા બાઈક રેલી નુ આયોજન

હિન્દ ન્યૂઝ, ભુમેલ

નડિયાદ તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ઉત્તરસંડા-૨ ના ઉમેદવાર રૂપેશભાઈ કાંતિભાઈ મેકવાન દ્વારા બાઈક રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવાર ના પરિવારજનો તથા ચાહકો તથા મોટી સંખ્યા મા રેલી મા જોડાયા હતા. જેમાં રેલી ની શરૂઆત ભુમેલ ગામ મા રૂપેશભાઈ મેકવાન ના કાર્યાલય થી લઇ ગુતાલ ગામ મા તથા ઉત્તરસંડા ગામ મા ભાગોળ વિસ્તાર, ચરા વિસ્તારથી લઇ ઈચ્છાપુરા, વનિપુરા, ભવાનીપુરા થી છેલ્લે તેમના ગામ મા ભુમેલ બજાર મા થી લઇ અંતે તેમના કાર્યાલય થી રેલી નુ સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

બાઈક રેલીમાં રૂપેશભાઈ કાંતિભાઈ મેકવાન દ્વારા સૌને મતદાન ના દિવસે અચુક મતદાન કરવા તથા ત્યાં ના દરેક તેમના વોર્ડ ની સમસ્યાઓ જેમકે પાણી, રસ્તા તથા અમુક એવા પણ વિસ્તાર છે જ્યાં હજી પણ વીજળી ની તકલીફો છો ત્યાં રૂપેશભાઈ મેકવાન દ્વારા જાતે ત્યાં ના રહેવાસી ઓને બધી જ તકલીફો નુ સમાધાન લાવશે તેવી તમને આશ્વાસન આપવામાં આવ્યું હતું અને રૂપેશભાઈ એ તેમને જંગી બહુમતી થી વિજયી બનાવવા અપીલ કરી હતી.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment