બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકામાં પોલિયો રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

ભાભર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ જે ફેન્સીના માર્ગદર્શન હેઠળ ડૉ. ચંદનબેન અખાણી જિલ્લા ક્ષય અધિકારી સાથે કે .પી.દેલવાડિયા તાલુકા આરોગ્ય અધિકારી, ડૉ પ્રદીપભાઈ પરમાર તાલુકા આરોગ્ય અધિકારી ના હસ્તે ભાભર તાલુકામાં પોલિયો કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. પલ્સ પોલિયો કાર્યક્રમ અંગે માહિતી આપતા બ્લોક હેલ્થ ઓફિસના તાલુકા હેલ્થ સુપર વાઇઝર જે. એલ. નાઈ ના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે 31/1/ 2021 થી 2/2/2021 આમ ત્રણ દિવસ દરમિયાન ચાલનારા આ કાર્યક્રમમાં તાલુકાના 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો ની રસીનો ડોઝ પીવડાવવામાં આવશે. જેમાં 5 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 1 શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા તાલુકાના 0 થી 5 વર્ષના કુલ ૧૯૫૯૦ બાળકોને આવરી લેવામાં આવશે. જે માટે 89 બુથ 5 મેડિકલ ઓફિસર, 16 સુપરવાઈઝરો, 358 કર્મચારીઓ કાર્યક્રમની સફળતાપૂર્વક પૂર્ણ કરવા જહેમત ઉઠાવી મળ્યા હતા.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment