હિન્દ ન્યૂઝ, ઈડર
ગત રોજ પુષ્ય નક્ષત્ર અને પોષી પૂનમનો પવિત્ર દિવસ હોઇ પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પરિક્રમા યોજી ઇડરીયા ગઢનું 31 કિલો પંચામૃતથી અભિષેક તેમજ ગુગળના ધૂપ વડે પુજા અર્ચના કરવામાં આવી હતી. આ પરિક્રમા નું આયોજન કેતનભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં હરીશભાઈ પ્રેમલાણી, રાજુભાઈ ગુર્જર, સંજયભાઈ નાયક, રિદ્ધિબેન સોલંકી સહિતના પ્રકૃતિ પ્રેમીઓ જોડાઈ ઈડરીયા ગઢમાં આસ્થાનું માથું ટેકવ્યુ હતું.

રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી
